🍝પનીર ટિક્કા રેસિપી ગુજરાતીમાં | ગુજરાતની ફૅમસ રસોઈ

હલો FRIENDS… આજે હું તમારા માટે લાવ્યો છું, પનીર ટિકકા મસાલાની રેસિપી. ઘણા લોકોની માંગ હતી કે પનીર ટિકકાની રેસિપી આપણી માતૃભાષા એટલેકે ગુજરાતીમાં મળે, મેં જોયું કે કોય website owner આવી માંગને પુરી કરી રહ્યા ન હતા, એટલા માટે હું લાવ્યો છું તમારા માટે આજે પનીર ટિકકા મસાલાની સરસ વાનગીની રેસિપી.

આપણને ખબર છે કે પનીરની કોય પણ વાનગી હોય એ આપણા ગુજરાતમાં કેટલી ફેમસ હોય. આપણા લોકોને પનીરની વાનગીઓ બહુ પસંદ હોય છે. એટલા માટે મેં એ પનીરની વાનગીઓ માંથી એક આપને શીખવવાનું નક્કી કરિયુ. જે માટે જ મેં નીચે પનીર ટિકકા મસાલાની વાનગી રીતે આપી છે.

🍝પનીર ટિક્કા રેસિપી ગુજરાતીમાં ગુજરાતની ફૅમસ રસોઈ

 • સામગ્રી : 

 • ૨ ચમચી દહીં
 • 1 ચમચી બેસન
 • 3 મોટી ચમચી તેલ
 • 1 ચમચી ગરમ મસાલો
 • 1.5 ચમચી લાલ મરચાં પાવડર
 • 1 ચમચી હળદર
 • 1 ચમચી ધાણાજીરું પાવડર
 • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
 • 200 ગ્રામ પનીર
 • 2 જીણી સમારેલ ડુંગરી
 • 1 સિમલા મરચું
 • 2 મોટી ચમચી ટમેટાની પ્યુરી
 • 1/2 ચમચી જીરું

પનીર ટિકકા મસાલા

 • રીત : 

– એક કટોરીમાં 2 ચમચી દહીં, 1 ચમચી બેસન, 1/2 ચમચી હળદર, 1/2 લાલ મરચું, 1/2 ધાણાજીરું પવડર, 1/2 ચમચી ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરી સારી રીતે મિક્સ કરી લ્યો.

–  ત્યારબાદ તેમાં પનીરના ટુકડા, સિમલા મરચું અને જીણી સમારેલી ડુંગળી ઉમેરી સારી રીતે મિક્સ કરો.

– ત્યારબાદ એક તવા પર 1 ચમચી તેલ નાખીને તેને ગરમ થવા દો. પછી તેમાં આ પનીરના મિસરણને ધીમા તાપે સાતળો. પછી ઠંડા થવા માટે એક કટોરીમાં ભરી લ્યો.

– હવે એક કળાઇમાં 2 મોટી ચમચી તેલ ઉમેરી ગરમ થવા દો. હવે તેમાં 1/2 ચમચી જીરું ઉમેરી, જીણી સમારેલી ડુંગળી ઉમેરો અને ધીમા તાપે સાંતળો, ડુંગળી લાલશપડતી દેખાઈ ત્યાં સુધી સાંતળો, પછી તેમાં આદુ- લસણની પેસ્ટ ઉમેરો, તેને થોડી વાર સાતળો. હવે તેમાં 1 ચમચી લાલ મરચાં પાવડર, 1/2 ચમચી હળદર, 1/2 ધાણાજીરું પાવડર ઉમેરી મિક્સ કરો. આ મસાલાને 1 મિનિટ ડુંગળી સાથે સાંતળો. હવે તેમાં 2 મોટી ચમચી ટમેટાની પ્યુરી ઉમેરો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળતા રહો.

– ત્યારબાદ તેમાં 1 ગ્લાસ પાણી ઉનેરી ગરમ થવા દો. હવે તેમાં કટોરીમાં રાખેલ પનીર ટિકકા ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો. 1/2 ચમચી ગરમ મસાલો ઉમેરી 10 મિનિટ સુધી પાકવા દ્યો.

– બસ પાકી ગયા પછી ગરમાં – ગરમ પિરશો.🙏

જો તમને અમારી આ વાનગીઓ બનાવની રીત પસંદ આવતી હોય તો મારી આ WEBSITE ની મુલાકાત લેતા રહો… અને ફરી મળીશું એક નવી વમગી માં…by😋

Leave a Comment