ઊંધિયું બનાવવાની રીત | Kathiyawadi undhiyu recipe in Gujarati

હેલો Friends … આજે ફરી મળીયા એક નવી ગુજરાતી વાનગી સાથે. આપણે જાણીએ જ છીએ કે ઊંધિયું આપણાં ગુજરાતના લોકોને કેટલું વહાલું હોય છે. જે બાબતને ધ્યાનમાં રાખીને હું આજે તમને સિખાવીસ કે કાઠિયાવાડી ઊંધિયું(Kathiyawadi undhiyu) કઈ રીતે બનાવાય.
એમ તો ઊંધીયા ઘણી પ્રકારના હોય છે. જેમાં સુરતી ઊંધિયું અમદાવાદી ઊંધિયું, કાઠિયાવાડી ઊંધિયું, વગેરે. જે માનું હું આજે તમને કાઠિયાવાડી ઊંધિયું બનનાવવી રેસિપી આપીશ. મેં નીચે સ્ટેપ બય સ્ટેપ લખીયું છે કે કાઠિયાવાડી ઊંધિયું કેમ બનાવાય… તો ચાલો સારું કરીયે.
ઊંધિયું બનાવવાની રીત | Kathiyawadi undhiyu recipe in Gujarati

Step 1

 • ઊંધીયાના ગોટા બનાવવાની રીત : 

સામગ્રી : 

 • 1 કપ ચણાનો લોટ
 • અડધો કપ મેથી
 • 1 ચમચી લીંબુનો રસ
 • અડધી ચમચી લાલ મરચું પાવડર
 • અડધી ચમચી હળદર
 • અડધી ચમચી ગરમ મસાલો
 • 1 ચમચી ખાંડ
 • ચપટી હિંગ
 • મીઠું
 • ટાળવા માટે તેલ

ગોટા બનાવવાની રીત : 

– સૌપ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ લો અને તેમાં મેથી, કોથમીર, લાલ મરચું પાઉડર, હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું, લીંબુનો રસ, અને એક ચમચી તેલ નાખી મિક્સ કરો.

– ત્યારબાદ તેમાં જરૂર પ્રમાણે પાણી ઉમેરી તેનો લોટ બાંધી લ્યો. પછી તેના નાના-નાના ગોટા બનાવી લ્યો.

– હવે ગેસ ઉપર એક કળાઈમાં તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે તેમાં એક-એક કરીને ગોટા ઉમેરી દો.

– ગોટાઓને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમા તાપે તળવા, ગોટાઓ ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે કાઢી લ્યો.

– આપણા ઊંધીયાના ગોટા તૈયાત છે.

આ પણ જુઓ : 

Step 2

 • ઊંધિયું બનાવવાની રીત :

સામગ્રી : 

 • 50 ગ્રામ ટમેટા
 • 100 ગ્રામ બટાટા
 • 100 ગ્રામ રીંગણ
 • 50 ગ્રામ લીલા વટાણા
 • 50 ગ્રામ લીલા વાલ
 • 50 ગ્રામ લીલું લસણ
 • 50 ગ્રામ લીલા ધાણા
 • 50 ગ્રામ લિલી તુવેર
 • 2 ચમચી લાલ મરચાં પાવડર
 • 1 ચમચી ધાણાજીરું
 • 1 ચમચી હળદર
 • સ્વાદ પ્રમાણે મીઠું
 • અડધી ચમચી ઊંધીયાનો મસાલો
 • અડધો કપ તેલ
 • ચપટી હિંગ
 • અડધી ચમચી આખું જીરું
 • 1 ચમચી લીંબુનો રસ
 • 1 ચમચી ખાંડ

ઊંધિયાની રીત :

– સૌપ્રથમ એક કઢાઈમાં અડધો કપ તેલ ઉમેરી ગરમ થવા મુકો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં અડધી ચમચી આખું જીરું ઉમેરો અને ચપટી હિંગ ઉમેરો.

– ત્યારબાદ બધી લિલી શાકભાજી ઉમેરો, જેમકે બટાટા, રીંગણ, લીલા વટાણા, વાલ, લીલું લસણ, લિલી તુવેર, ટમેટા ઉમેરી મિક્સ કરો. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શાકભાજીને ધીમા તાપે 5 મિનિટ સુધી સાંતળો.

– ત્યારબાદ શાકભાજીમાં 2 ચમચી લાલ મરચું, 1 ચમચી હળદર, 1 ચમચી ધાણાજીરું, 1 ચમચી ખાંડ અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લ્યો.

– 2 મિનિટ પછી મસાલા બરોબર મિક્સ થયા બાદ તેમાં 1 ગ્લાસ પાણી ઉમેરો. પાણી ઊકળી જય એટલે તેમાં ઊંધીયાનો મસાલો ઉમેરો, સાથે ઊંધીયાના ગોટા ઉમેરી ધીમા તાપે ચડવા દ્યો. 5 મિનિટ પછી ચેક કરો શાકભાજી ચડી ગયા હશે. હવે ગેસ પરથી ઉતારીને તેમાં કોથમીર ઉમેરી બધાને ગરમા ગરમ પીરસો.

તો આજ માટે આ એક જ વાનગી. જો તમને અમારા દ્વારા અપાતું વાનગીની રેસિપી ગમતી હોય તો મારા આ બ્લોગને તમારા મિત્રો સાથે શેર કરજો 🙏

Leave a Comment