દૂધીના મુઠીયા બનાવવાની રીત | dudhi muthiya recipe in gujarati

 હેલો Friends… હું ફરી આવી ગયો છું એક નવી ગુજરાતી વાનગીની રેસિપી લય ને, તો આજે આપણે બનાવીશું દૂધીના મુઠીયા. મને યાદ છે, હું જ્યારે મારા મામા ના ઘરે શહેરમાં ગયેલો ત્યારે એમણે દૂધીના મુઠીયા બનાવિયા હતા. અને તે દિવસે એ મને એટલા પસંદ આવિયા કે શું કહું! પણ એ સમયને આજે કેટલાય વર્ષો થય ગયા છે. પણ એ પછી અમે પણ ઘરે દૂધીના મુઠીયા બનાવતા. 

આ દૂધીના મુઠીયા પણ ગુજરાતી લોકો સમયાંતરે ઘરે બનાવતા રેહતા હોય છે. પણ હજી ઘણા એવા લોકો પણ છે કે જેમને દૂધીના મુઠીયા બનાવતા નથી આવડતા, તો બસ એ બધા લોકો માટે હું આજે દૂધીના મુઠીયા બનાવતા શીખવાળીસ. તો ચાલો સારું કરીયે!

દૂધીના મુઠીયા બનાવવાની રીત | dudhi muthiya recipe in gujarati

દૂધીના મુઠીયા

સામગ્રી :

 • 250 ગ્રામ દૂધી
 • 1/2 ચમચી આદુ-લસણ-મરચાની પેસ્ટ
 • 1 ચમચી ખાંડ
 • 1/2 ચમચી હળદર
 • 1 ચમચી ધાણાજીરું પાવડર
 • 1 ચમચી વરિયાળી
 • 1 ચમચી લીંબુનો રસ
 • થોડી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું
 • અડધો કપ ઘઉંનો જાડો લોટ
 • 3 મોટી ચમચી તેલ
 • 1 ચમચી જીરું
 • 1 ચમચી તલ
 • 1 ચમચી રાઇ

દૂધીના મુઠીયા રીત :

– સૌપ્રથમ એક બાઉલમાં દૂધીની છાલ કાઢીને તેને જીણી ખમણી લ્યો. હવે તેમાં કોથમીર, 1/2 ચમચી આદું – લસણ – મરચાની પેસ્ટ, 1 ચમચી ધાણાજીરું પાઉડર, અડધી ચમચી હળદર, 1 ચમચી વરિયાળી, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરો.

– ત્યારબાદ આ મિશ્રણમાં અડધો કપ ઘઉંનો જાડો લોટ, અડધો કપ બેસન અને અડધો કપ ઘઉંનો લોટ નાખી લોટને બાંધી લ્યો.

– ત્યારબાદ બાંધેલા લોટમાં 1 ચમચી તેલનું મોણ આપવા માટે ઉમેરો

– હવે એક વાસણમાં પાણી ભરી તેને ઉકળવા માટે ગેસ ઉપર મુકો.

– ત્યારબાદ એક કાણાવરી પ્લેટ લ્યો, તેને તેલથી ગ્રીસ કરી લ્યો, હવે તેમાં બાંધેલા લોટના મુઠીયા બનાવીને રાખો.

– જે પાણી ગરમ કરવા મુકિયું હતું તે ઊકળી જાય એટલે તેના ઉપર આ કાણાંવાળી પ્લેટ મૂકી દ્યો, અને ઢાંકી દ્યો. 20 મિનિટ સુધી તેને વરાળમાં બાફવા દ્યો.

– ત્યારબાદ મુઠીયાને ઠંડા થવા દ્યો, ઠંડા થઈ જાય એટલે તેમે નાના-નાના ટુકડામાં કાપી લ્યો.

– હવે એક વાસણમાં 2 ચમચી તેલ ઉમેરી ગરમ કરો. તેમાં 1 ચમચી જીરું, 1 ચમચી રાઇ અને એક ચમચી તેલ ઉમેરો, ત્યારબાદ તેમાં સુધારેલા મુઠીયા ઉમેરો. 2-3 મિનિટ સુધી તેલમાં ફેરવો, પછી ગેસ પરથી ઉતારી લ્યો.

– તમારા મુઠીયા બનીને તૈયાર છે.

આ પણ જુઓ : 

જો તમને અમારા દ્વારા શીખવેલા દૂધીના મુઠીયાની રેસિપી ગમી હોય તો આ બ્લોગને તમારા મિત્રો સાથે શેર કરજો અને આવતા રહેજો અમારા બ્લોગની મુલાકાતે જ્યાં નવી નવી વાનગીઓ શીખવા મળે.

Leave a Comment