પાવભાજી બનાવવાની રીત 2021 | Pav-Bhaji Recipe in Gujarati

 Hallo friends… હું ફરી આવી ગયો છું એન નવી પાવભાજી ની સરળ વાનગી લય ને, હું જાણું છું કે ગુજરાતના લોકો પાવભાજી પાછળ કેટલ ઘેલા છે. હું પણ એમનો એક છું😁 મને પણ પાવભાજી ખુબજ પસંદ છે. 

એટલા માટે જ હું આજે તમારા માટે પાવભાજી બનાવવાની ખૂબ સરળ રીતે લઈને આવ્યો છું. જેથી સાવ સરળ એવી ગુજરાતી ભાષામાં હું તમને પાવભાજી બનાવતા શીખવાડી શકું. તો ચાલો શરૂ કરીયે પાવભાજીની રેસિપી.

પાવભાજી બનાવવાની રીત 2021

પાવભાજી 

પાવભાજી બનાવવાની સામગ્રી : 

 • 250 ગ્રામ બટાટા
 • 250 ગ્રામ ફુલાવર(ફુલકોબી)
 • 100 ગ્રામ લીલા વટાણા
 • 2 (મીડીયમ) ડુંગરી
 • 3 ટામેટા
 • 1 શિમલા મરચું
 • 2 ચમચી લાલ મરચાં પાઉડર
 • 1.5 ચમચી હળદર
 • 1 ચમચી ધાણા-જીરા પાઉડર
 • 1 ચમચી પાવભાજી મસાલો
 • 6-7 ચમચી તેલ
 • 1 ચમચી બટર
 • આદુ-લસણની પેસ્ટ
 • કોથમીર
 • સ્વાદ પ્રમાણે મીઠું

પાવભાજી બનાવવાની રીત :

– સૌપ્રથમ બટાટાની છાલ ઉતારી લ્યો, પછી બટાટા અને ફુલાવરને પ્રેસર કૂકરમાં બાફી લ્યો

– બીજી તરફ એક કળાઈમાં 6-7 ચમચી તેલ ગરમ થવા મુકો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જીણી સમારેલી ડુંગરી ઉમેરો. અને 5-7 મિનિટ સુધી ધીમા તાપે પાકવા દ્યો.

– ત્યારબાદ તેમાં જીણું સમારેલ સિમલા મરચું અને આદુ-લસણની પેસ્ટ ઉમેરો, 1-2 મિનિટ સુધી સાંતળો.

– ત્યારબાદ તેમાં 1/2 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચા પાઉડર અને 1 ચમચી દાણા-જીરા પાઉડર ઉમેરી સારી રીતે મિક્સ કરો.

– મસાલાને 1 મિનિટ સુધી સાંતળો, હવે તેમાં જીણા સમારેલા ટામેટા ઉમેરો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરી લ્યો.

– 3-4 મિનિટ સુધી ટામેટાને ધીમા તાપે પાકવા દ્યો. હવે તેમાં લીલા વટાણા ઉમેરો અને બરાબર મિક્ષ કરી પાકવા દ્યો.

– હવે બટાટા અને ફુલાવર બફાઈ ગયા હશે તેને એક બાઉલમાં કાઢીને મેષ કરી લ્યો અને કઢાઈમાં ઉમેરી દ્યો અને મિક્ષ કરી લો. અને તેમાં 1 ચમચી પાઉભાજી મસાલો ઉમેરી દ્યો.

– હવે તેને બરાબર હલાવતા રહો. 2-3 મિનિટ પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી 4-5 મિનિટ સુધી રહેવા દ્યો.

– 4-5 મિનિટ થઈ જાય એટલે હલાવી લ્યો અને કોથમીર અને 1 ચમચી બટર ઉમેરો.

– હવે એક તવા પર 1 ચમચી બટર નાખી તેમાં પાઉં બન્ને તરફ શેકી લ્યો.

– તમારી પાવભાજી તૈયાર છે.

આ પણ જુઓ : 

તો બસ મિત્રો આજ માટે આ એક જ પાવભાજી વાનગી. હું આજ વેબસીઇટ પર આવતો રહીશ નવી નવી વાનગીઓ શીખવાડવા, તમે પણ આ મારી Website ની મુલાકાત લેતા રહેજો અને ફરી મળીયે એક નવી વાનગી સાથે🙏

Leave a Comment