કોબી મંચુરિયન બનાવવાની રીત 2021 | VEG Manchurian recipe in Gujarati

Hello friends : કેમ છો? આજે આપણે કોબીના મંચુરિયન (veg Manchurian) બનાવતા શીખસુ. એક રીતે જોઈએ તો આતો ચાઈનીઝ રેસિપી છે,પણ તેમ છતાં ગુજરાતના લોકોને આ વાનગી ખૂબ જ પસંદ છે. આ વાત ને ધ્યાનમાં રાખી ને જ હું પણ આજે આપ સૌને આ મંચુરિયન કેમ બનાવાઈ એ શીખવાડિસ.

આપણે શીખવનું શરૂ કરીએ એ પહેલાં એક વાત કરી દવ છું. કે, એમ તો બજારમાં મંચુરિયન ઘણા પ્રકારના બનતા હોય છે, જેમાં veg and non veg પ્રકારના પણ હોય છે. Veg Manchurian માં પણ અલગ અલગ રીતે બનાવવામાં આવતા હોય છે,  જેમાંથી હું આજે આપને વેજ મંચુરિયનમાં કોબીથી મંચુરિયન કેમ બનાવાય એ શીખવાડીસ, આ કોબીના મંચુરિયન પણ બજારમાં એમ તો ઘણા ફેમસ છે. તો ચાલો શરૂ કરીએ,

કોબી મંચુરિયન બનાવવાની રીત 2021 | VEG Manchurian recipe in Gujarati

 કોબી મંચુરિયન

કોબી મંચુરિયન માટે સામગ્રી :

 • 1 ચમચી ટમેટા કેચઅપ
 • 2 કપ ખમણેલી કોબી
 • 1 જિણી સમારેલી ડુંગળી
 • 2 મોટી ચમચી મેદો
 • 3 મોટી ચમચી કોર્ન ફ્લો (સફેદ મકાઈનો લોટ)
 • 1 મોટી ચમચી ચોખાનો લોટ
 • 1 ચમચી આદુ – લસણની પેસ્ટ
 • 1 જિણી સમારેલી લિલી ડુંગળી
 • 1 સિમલા મારચુ
 • 5-6 લસણની કળી સમારેલી
 • 2 ચમચી લાલ મરચાં પાવડર
 • 2 ચમચી સોયા સોસ
 • 1 ચમચી ગ્રીન ચિલ્લી સોસ
 • 1 ચમચી રેડ ચિલ્લી સોસ
 • 1 ચમચી વીનેગાર
 • થોડું આદુ સમારેલું
 • તળવા માટે તેલ
 • સ્વાદ મુજબ મીઠું

કોબી મંચુરિયનની રીત :

– સૌપ્રથમ 2 કપ ખમણેલી કોબી લ્યો અને તેમાં થોડું મીઠું ઉમેરી મિક્સ કરીને 10-15 મિનિટ સુધી ઢાંકીને મૂકી દ્યો.

– 10-15 મિનિટ થઇ જાય એટલે કોબીને ફરી એક વાર મિક્સ કરી લ્યો. હવે તેને હાથ વડે નિચોડી લ્યો એટલે તેનું બધું પાણી નીકળી જાય.

– હવે એક બાઉલમાં નિચોળેલી કોબી લ્યો અને તેમાં એક જીણી સમારેલી ડુંગળી, 2 મોટી ચમચી મેંદો, 2 મોટી ચમચી કોર્નફ્લો, 1 મોટી ચમચી ચોખાનો લોટ, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી લાલ મરચાં પાઉડર, આદુ – લસણની પેસ્ટ, 1 ચમચી સોયા સોસ ઉમેરી બરાબર મિક્સ કરો.

– ત્યારબાદ તે મિશ્રણના નાના-નાના બોલ્સ બનાવી લ્યો. હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થઇ જાય એટલે બોલ્સને તેલમાં તળવા માટે નાખો, બધા બોલ્સ ધીમા તાપે તળી લ્યો.

– ત્યારબાદ એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ થવા મુકો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં આદુ – લસણ નાખી સાંતળી લ્યો. હવે તેમાં સિમલા મરચું અને લીલી ડુંગળી ઉમેરી ધીમા તાપે 1-2 મિનિટ સાંતળી લ્યો.

– ત્યારબાદ તેમાં 1 ચમચી લાલ મરચાં પાઉડર, 1 ચમચી સોયા સોસ, 1 ચમચી ગ્રીન ચિલ્લી સોસ, 1 ચમચી રેડ ચિલ્લી સોસ, 1 ચમચી ટોમેટો કેચઅપ, 1 ચમચી વીનેગાર અને સ્વાદ મુજબ મીઠું ઉનેરી બરાબર મિક્ષ કરી લ્યો.

– ત્યારબાદ એક કટોરિમાં 1 ચમચી કોર્નફ્લો લ્યો અને તેમાં થોડું પાણી ઉમેરો અને સારી રીતે મિક્સ કરી લ્યો. હવે તેને પેલા મિશ્રણમાં ઉમેરી હલાવી લ્યો, સાથે થોડું પાણી પણ નાખવું.

– ત્યારબાદ તેમાં મંચુરિયન બોલ્સ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. હવે તેમાં થોડી લિલી સમારેલી ડુંગળી ઉમેરો.

– આપણા કોબી મંચુરિયન તૈયાર છે. 🙏

આ પણ જુઓ : 

તો બસ મારા મિત્રો આજ માટે આ એક મંચુરિયનની વાનગી, બીજી વાનગીઓ આપડે બીજા આર્ટિકલમાં શીખીસુ, જો તમને મારો આ બ્લોગ પસંદ આવતો હોય તો, આ આર્ટિકલને તારામાં મિત્રો સાથે શેર કરીને મારો ઉત્સાહ વધારવા વિનંતી🙏

Leave a Comment