ખમણ ઢોકળા બનાવવાની રીત 2021 | Khaman Dhokla recipe in Gujarati

Hello Friends… કેમ છો? આજે આપણે ખમણ ઢોકળા(Khaman Dhokla) બનાવતા શીખીસુ, કેમ! સાંભળીને મોમાં પાણી આવી ગયુને! મને ખબર જ હતી કેમ કે ખમણ ઢોકળા આપણાં ગુજરાતીઓની ફેવરિટ ડિશમાની એક છે. જેમ તમને ખમણ ઢોકળા ખૂબ પસંદ છે, તેમ મને પણ ખમણ ઢોકળા ખૂબ પ્રિય છે. 

તેમછતાં ઘણી મારી બહેનો છે કે જેમને ખમણ ઢોકળા બનાવતા નથી આવડતા, એટલે માટે જ મેં આજે નક્કી કરીયું છે, કે તમને ખમણ ઢોકળા બનાવતા તો શીખવાડીને જ રહીશ. તો ચાલો શરૂ કરીએ khaman dhokla recipe.

ખમણ ઢોકળા બનાવવાની રીત 2021 | Khaman Dhokla recipe in Gujarati

ખમણ ઢોકળા  

ખમણ ઢોકળા માટે સામગ્રી : 

 • 150 ગ્રામ બેસન
 • 2 ચમચી આદુ-મરચાંની પેસ્ટ
 • 2 ચમચી સુજી
 • 1/2 ચમચી હળદર
 • 1/2 ચમચી ખાંડ
 • 1 ચમચી ઈનો(fruit salt)
 • 2 ચમચી લીંબુનો રસ
 • 1 ચમચી તેલ
 • અડધો ગ્લાસ ગરમ પાણી
 • સ્વાદ મુજબ મીઠું

ખમણ ઢોકળાને તળકા માટે સામગ્રી :

 • 3-4 સમારેલા લીલા મરચા
 • 8-10 મીઠા લીમડાના પાન
 • 1 ચમચી રાઇ
 • 2 ચમચી તેલ
 • અડધી ચમચી હિંગ
 • અડધી ચમચી ખાંડ
 • સ્વાદ મુજબ મીઠું
 • સમારેલી કોથમીર

ખમણ ઢોકળા બનાવવાની રીત : 

– સૌપ્રથમ એક વાસણમાં બેસન ચાળી લ્યો. હવે તેમાં સુજી અને ખાંડ ઉમેરી મિક્સ કરી લ્યો. હવે તેમાં થોડું-થોડું ગરમ પાણી ઉનેરીને બેટર તૈયાર કરો. હવે તેમાં લીંબુનો રસ ઉનેરી મિક્સ કરી લ્યો અમે બેટરને 15 મિનિટ સુધી રાખી દ્યો.

– ત્યારબાદ ગેસ ઉપર એક કઢાઈમાં 2 ગ્લાસ પાણી ગરમ કરવા મુકો અને તેમાં એક સ્ટેન્ડ રાખી દ્યો અને પાણી ઉકળવા દ્યો.

-ત્યારબાદ ઢોકળા માટે એક વાસણને થોડું તેલ લગાવી ગ્રીસ કરી લ્યો, હવે પેલું 15 મિનિટ પછી બેટર એક દમ ફૂલી ગયું હશે, તેને ફરી એકવાર હલાવી લ્યો, હવે તેમાં હળદર, આદુ-મરચાંની પેસ્ટ, 1 ચમચી તેલ, સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લ્યો. હવે તેમાં ઇનો નાખી, 1 ચમચી પાણી ઉમેરી જલ્દીથી મિક્સ કરી લ્યો, હવે બેટરને ગ્રીસ કરેલા વાસણમાં નાખી લ્યો.

– ત્યારબાદ કઢાઈમાં પાણી ઊકળી ગયું હશે, હવે તેમાં રાખેલા સ્ટેન્ડ પર બેટર ભરેલા વાસણને મૂકીને ઢાંકી દ્યો અને 20 મિનિટ સુધી પાકવા દ્યો.

– 20 મિનિટ પછી ચાકુને તે બેટર ભરેલા વાસણમાં ઉપરથી સીધી ડુબાડી ચેક કરી લ્યો કે બેટર પાકિયું છે કે નહીં, જો ચાકુ સાફ નીકળે એટલે ઢોકળા પાકી ગયા હશે.

– ત્યારબાદ ઢોકળાને ઠંડા થવા દ્યો, ઠંડા થઈ જાય એટલે તેના નાના – નાના ટુકડા કરી લ્યો.

– ત્યારબાદ હવે તળવા માટે એક વાસણમાં 2 ચમચી તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં હિંગ ઉમેરો, પછી રાઈ, લીલા મરચા, મીઠા લિમડાના પાન ઉમેરો અને થોડી વાર સાંતળી લ્યો, પછી તેમાં ખાંડ અને મીઠું ઉમેરો.

– ત્યારબાદ આ તળકાને ઢોકળા પર ઉમેરી દ્યો, આપણા ઢોકળા બનીને તૈયાર છે.😋

આ પણ જુઓ : 

તો બસ મિત્રો આજ માટે આ એકજ ખમણ ઢોકળાની વાનગી, બીજી વાનગીઓ આપણે બીજા આર્ટિકલમાં શીખીસુ. જો તમને મારા દ્વારા શીખવાડેલ વાનગીઓ શીખવામાં સરળ અને સારી લાગતી હોય તો મારી આ વાનગીઓને તમારા મિત્રો સાથે શેર કરજો અને મારો આમજ ઉત્સાહ વધારતા રહેજો🙏

Leave a Comment