🥨 જલેબી બનાવવાની રીત 2021 | Jalebi recipe in Gujarati | jalebi banavani rit

 Hello Friends… તો કેમ છે આજે? મને ખબર જ છે મજામાં જ હશો!… ત્યારે તો તમે આજે આપણી વાનગી વાંચવા આવ્યા છો!😁 તો આજે આપણે જલેબી બનાવતા શીખવાનું છે. જલેબી જેમ હું દરવખતે કહું છે એમ જ જલેબી પણ આપણા ગુજરાતીઓની મનપસંદ મીઠાઈ છે. ઘણા લોકોતો રોજ સવારે ગાંઠિયાને જલેબી ખાતા હોય છે.

આપણા ગુજરાતીઓના ઘરે વરતેહવાર ઉપર જલેબી તો બનતી જ હોય છે. તેમ છતાં ઘણા લોકોને સારી જલેબી બનાવતા નથી આવડતું એટલા માટે આજે હું તમને જલેબી બનાવતા શીખવાડીસ, તો ચાલો જલેબી બનાવવાનું શરૂ કરીએ.

જલેબી બનાવવાની રીત 2021 | Jalebi recipe in Gujarati | jalebi banavani rit

જલેબી

જલેબી બનાવવા માટેની સામગ્રી  :

  • 4 મોટી ચમચી મેંદો
  • 1 મોટી ચમચી દહીં
  • 1/2 મોટી ચમચી ચોખાનો લોટ
  • 1/2 ચમચી લીંબુનો રસ
  • 1 કપ ખાંડ
  • 1 ચમચી ખાવાનો સોડા 
  • તળવા માટે તેલ
  • થોડો food colour

જલેબી બનાવવા માટેની રીત : 

– સૌપ્રથમ એક બાઉલમાં 4 મોટી ચમચી મેંદો લ્યો અને તેમાં 1 મોટી ચમચી દહીં, 1/2 મોટી ચમચી ચોખાનો લોટ અને થોડો food colour ઉમેરી મિક્સ કરી લ્યો.

– ત્યારબાદ તેમાં થોડું-થોડું પાણી ઉમેરી જાડું બેટર તૈયાર કરી લ્યો અને 5-10 મિનિટ સુધી ઢાંકીને રાખી દ્યો.

– હવે ગેસ ઉપર એક વાસણમાં 1 કપ ખાંડ અને અડધો કપ પાણી ઉમેરી ચાસણી માટે ગરમ કરો. વાસણમાંની ખાંડ ઓગળી જાય તેમ છતાં તેને ગરમ કરતા રહો જ્યાંસુધી તે ઉકળે નહિ, ઊકળી જય એટલે તેને ચેક કરવા માટે આંગળી પર લગાવી અને ચપટી કરશો તો તેમાં તાર થશે, જો તેમાં તાર થાય એટલે ચાસણી તૈયાર થઈ ગઈ છે. હવે તેમાં લીંબુનો રસ ઉમેરી દ્યો અને ઉતારીને ઠરવા માટે બાજુમાં મૂકી દ્યો.

– ત્યારબાદ પેલા ઢાંકેલા બેટરને લ્યો અને એમાં એક ચપટી ખાવાનો સોડા ઉમેરી મિક્સ કરો, હવે આ બેટરને એક જલેબી બનાવવાના વાસણમાં ભરી લ્યો કે જેના વડે જલેબીનો આકાર આપી શકાય.

– હવે એક કળાઈમાં જલેબીને તળવા માટે તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં જલેબીના વાસણમાં ભરેલ બેટર વળે મીડીયમ આકારની જલેબીઓ બનાવો, આ જલેબીને તેલમાં બંને  બાજુએ તળી લ્યો.

– બધી જલેબી તળાઈ જાય ત્યારબાદ તેને તેલમાંથી કાઢીને ચાસણીમાં નાખી દ્યો અને 5 મિનિટ સુધી ચાસણીમાં રાખીને કાઢી લ્યો.

– આવી જ રીતે બધી જલબી તૈયાર કરી લ્યો અને ગરમા ગરમ પીરસો😋

આ પણ જુઓ : 

તો આજ માટે એક જલેબી શીખી એટલું ઘણું છે, જો તમને મારા દ્વારા શીખવાડેલી જલેબીની રીત સરળ અને સારી લાગી હોય તો મારા આ આર્ટિકલને શેર કરવાનું ના ભૂલતા અને આવતા રહેજો મારી website માં, આભાર🙏

Leave a Comment