Hello Friends… આજે આપણે વાનગી શીખવાની છે બુંદી! તમે બધાયે ક્યારેક તો બુંદી ખાધી જ હશે, મારી એમ તો ફેવરિટ મીઠાઈ છે બુંદી(boondi/bundi).
મેં જોયું કે ગુજરાતમાં બુંદી ઘણી ફેમસ છે પણ ઘણા લોકોને એને સારી રીતે બનાવતા નથી આવળતી, એટલે માટે હું આ આર્ટિકલ લખી રહ્યો છું કે જે મારી બહેનો કે ભાઈને બુંદી બનાવતા શીખવું હોય એ મારો આ આર્ટિકલ વાંચીને શીખી શકે. તો ચાલો બુંદી(boondi/bundi) બનાવવાનું શરૂ કરીએ.
મીઠી બુંદી
બુંદી બનાવવામાટેની સામગ્રી :
- 1 કપ બેસન
- 1 કપ ખાંડ
- 1 ચપટી ખાવાનો સોડા
- 1 ચપટ્ટી food colour
- તળવા માટે તેલ
બુંદી બનાવવામાટેની રીત :
– સૌપ્રથમ એક બાઉલમાં 1 કપ બેસન લ્યો, હવે તેમાં 1 ચપટ્ટી food colour, 1 ચમચી તેલ ઉમેરી મિક્સ કરો.
– ત્યારબાદ હવે તેમાં થોડું-થોડું પાણી ઉમેરી બુંદી માટેનું, ન જાડું કે ન પાતળું એવું એટલે કે મીડીયમ બેટર તૈયાર કરી લ્યો. બેટરને ઢાંકીને રાખી દ્યો.
– બીજી તરફ આપણે ચાસણીની તૈયારી કરીએ, તો એક વાસણમાં 1 કપ ખાંડ અને અડધો કપ પાણી ઉમેરી ગેસ પર મૂકો. ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવતા રહો અને ચાસણી ઘાટી બને ત્યાં સુધી હલાવો, 5-7 મિનિટમાં ચાસણી ઘાટી થઈ ગઈ હશે, એટલે ચસણીને ગેસ પરથી ઉતારી લ્યો.
– હવે બુંદી તળવા માટે, એક કળાઈમાં તેલ લઈ ગરમ કરવા માટે ગેસ પર મૂકો, અને બેટરમાં 1 ચપટી ખાવાનો સોડા ઉમેરી બરોબર મિક્સ કરી લ્યો.
– તેલ ગરમ થઇ જાય એટલે બુંદી બનાવવા માટેનો જાળો લ્યો અને તેમાં થોડું બેટર ઉમેરો એટલે કાણાંમાંથી બેટર પસાર થઈ તેલમાં જશે એટલે ગોળ-ગોળ બુંદી બની જશે, હવે બુંદીને થોડીવાર તેલમાં પકાવી લ્યો, બુંદી પાકી જાય એટલે તેને એક વાસણમાં કાઢી લ્યો. આવી જ રીતે બાકીના બેટરની બુંદી બનાવી લ્યો.
– ત્યારબાદ હવે તળેલી બુંદીને ચાસણીમાં ઉમેરી 5-7 મિનિટ સુધી રહેવા દ્યો. એટલે બુંદી એકદમ પોચી અને મીઠી થઈ જશે.
– હવે બુંદીને ચાસણીમાંથી કાઢીને એક કાણાંવાળા વાસણમાં નાખો, એટલે વધારાની ચાસણી બુંદીમાંથી નીકળી જાય.
– આપણી મીઠી બુંદી બનીને તૈયાર છે.
> બુંદી બનાવવાં માટે જો તમાંરે Video જોવાની જરૂર હોય તો મેં એક YouTube વીડિયો આયા નીચે આપીયો છે જે જોઈને તમે બુંદી બનાવતા શીખી શકો.👇
આ પણ જુઓ :
તો બસ આજ માટે એક વાનગી પૂરતી છે, આવતી કાલે નવા આર્ટિકલમાં ફરી એક નવી વાનગી શીખવાડિસ, તો તમે મારી website ને visit કરતા રહેજો. અને જો ગમે તો આર્ટિકલ ને શેર પણ કરી દેજો.🙏