મોહનથાળ બનાવવાની રીત 2021 | Mohanthal Banavani Rit | Mohanthal Recipe in Gujarati

 Hello Friends… આજ આપણી સ્પેશ્યલ વાનગી છે મોહનથાળ, આપણાં ગુજરાતીઓને મીઠાઈ ખૂબ પસંદ હોય છે. મોહનથાળ મીઠાઈ બનાવવી ખૂબ સરળ છે. તેમ છતાં ઘણી મારી બેહનો છે જેમને મોહનથાળ બનવતા નથી આવળતો, એટલા માટે હું આજે તમને તમને મોહનથાળ બનવવાની રીત શીખવાદીસ.

મોહનથાળ બનનાવવો સાવ સરળ હોય છે, મેં આ આર્ટિકલમાં તમને મોહનથાળ બનાવવા માટે એક દમ સરળ રીતે બતાવી છે. મોહનથાળ ગુજરાતમાં બનતી ફેમસ મીઠીઓમની એક છે. તો ચાલો મોહમથાળ બનવવાનું શરૂ કરીએ.

મોહનથાળ બનાવવાની રીત 2021 | Mohanthal Banavani Rit | Mohanthal Recipe in Gujarati

મોહનથાળ

મોહનથાળ બનાવવામાટેની સામગ્રી : 

  • 2 કપ બેસન
  • 1 કપ ઘી
  • 3 ચમચી દૂધ (મોણ દેવા માટે)
  • 3 ચમચી ઘી (મોણ દેવા માટે)
  • 1 કપ ખાંડ
  • 1/2 ચમચી ઇલાઈચીનો પાઉડર
  • થોડા બાદામ 
  • થોડા પિસ્તા

મોહનથાળ બનાવવામાટેની રીત :

– સૌપ્રથમ એક વાસણમાં 2 કપ બેસન લ્યો, હવે તેમાં 3 ચમચી ઘી અને 3 ચમચી દૂધને મોણ દેવા માટે ઉમેરો, હવે તેને હાથ વડે બરાબર મિક્ષ કરો. મિક્સ થઈ જાય એટલે બેસનને હાથ વડે દબાવી દ્યો અને 30 મિનિટ સુધી ઢાંકીને રાખી દ્યો.

– 30 મિનિટ પછી બેસનને હાથ વડે છૂટો પાડી લ્યો અને મોટા કાણાં વાળી ચારણીમાં લોટને ચાળી લ્યો.

– ત્યારબાદ એક કળાઈમાં 1 કપ ઘી ગરમ કરો, ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ચાળેલો બેસન ઉમેરો અને બરાબર મિક્ષ કરી લ્યો.

– હવે આપણે ચાસણી બનાવી લઈએ, ચાસણી બનાવવા માટે એક વાસણમાં 1 કપ ખાંડ અને 1 કપ પાણી ઉમેરી ગરમ થવા માટે ગેસ પર મૂકો. ખાંડ ઓગાળી લ્યો અને સતત હલાવતા રહો. ચાસણી આપણે એક તારની બનાવવાની છે. માટે એક તાર થાય ત્યાં સુધી સતત હલાવતા રહો. થોડીવાર પછી હાથ પર થોડી ચાસણી લઈ આંગળીની મદદથી ચપટ્ટી કરો એટલે ખબર પડશે તાર થાય છે કે નહીં. તાર થાય એટલે આપણી ચાસણી તૈયાર છે, હવે તેમાં ઇલાઈચીનો પાઉડર ઉમેરી હલાવી લ્યો અને ગેસ પરથી ઉતારી લ્યો.

– ત્યારબાદ શેકેલા બેસનમાં ચાસણી ઉમેરી દ્યો અને બરાબર મિક્ષ કરી લ્યો.

– હવે મોહનથાળને આકાર આપવા માટે એક થાળી લ્યો અને તેને ઘી વડે ગ્રીસ કરી લ્યો. હવે તેમાં આ મિશ્રણ ઉમેરી બરાબર પાથરી લ્યો અને તેના પર બાદામપિસ્તા ના ટુકડા ઉમેરી સજાવી લ્યો.

– ત્યારબાદ તેને એક દોઢ કલાક સુધી ઠંડુ થવા દ્યો અને પછી તેના ચાકુ વડે નાના – નાના ટુકડા પાડી લ્યો.

– આપણો મોહનથાળ તૈયાર છે.

આ પણ જુઓ : 

તો બસ friends આજ માટે આ એક મીઠાઈની વાનગી, જો તમને અમારા દ્વારા બનાવતી વાનગીઓ સારી અને શીખવામાં સરળ લાગતી હોય તો આ વાનગીઓને શેર કરવાનું ના ભૂલશો. તો ફરી મળીશું એક નવી વાનગી સાથે by…🙏

Leave a Comment