સમોસા બનાવવાની રીત 2021 | Samosa Banavani Rit

Hello Frineds… કોમ છે બધા! આજે આપણે ગુજરાતના લોક લાડીલી એવી સમોસાની વાનગી બનાવતા શીખવાની છે. મને ખબર છે, આ જંભળીને માજા પડી ગઈ હશે, કેમ કે ગુજરાતમાં એવું તો કોણ હશે કે જેને સમોસા ના પસંદ હોય? કોય ના હોય, સમોસા છે જ આટલા ફેમસ.

એટલે માટે જ હું આજે તમારા માટે સમોસાની સાવ સરળ વાનગીની રીત લઈને આવ્યો છે. કેમ કે ગુજરાતમાં ઘણી મારી બહેનો હશે કે જેમને સમોસા ખાવા તો પસંદ છે પણ ઘરે બનાવતા નથી આવળતા, એટલે એ બધી બહેનોને માટે આજે હું સમોસની સાવ સરળ વાનગીની રીત લાવ્યો છું. તો ચાલો શરૂ કરીએ સમોસા બનાવવાની રીત.

સમોસા બનાવવાની રીત 2021 | Samosa Banavani Rit

સમોસા બનાવવાની રીત

પુરણ માટેની સામગ્રી : 

 • 1 ચમચી તેલ 
 • 1 ચમચી જીરું
 • 1 ચમચી વાટેલા ધાણા
 • 1/2 ચમચી વરિયાળી
 • 1 ચપટી હિંગ
 • 2 જીણા સમારેલા લીલા મરચા 
 • 1 ચમચી આદુ-લસણની પેસ્ટ
 • 1/2 ચમચી લાલ મરચાં પાઉડર
 • 1/2 ચમચી ધાણાજીરા પાઉડર
 • 1/2 ચમચી આમચૂર પાઉડર
 • 1/2 ચમચી ગરમ મસાલો
 • અડધો કપ બાફેલા વટાણા 
 • 4-5 બાફેલા બટાકા 
 • 1/2 ચમચી હળદર
 • 1 ચમચી કોથમીર
 • સ્વાદ મુજબ મીઠું

પુરણ બનાવવાની રીત : 

– સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં 1 ચમચી તેલ ગરમ કરવા મુકો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં 1 ચમચી હિંગ, 1 ચમચી જીરું, 1 ચમચી વાટેલા ધાણા અને 1 ચમચી વરિયાળી ઉમેરી ધીમા તાપે સાંતળી લ્યો.

– ત્યારબાદ આદુ – લસણની પેસ્ટ અને લીલા સમારેલા મરચા ઉમેરો અને થોડી વાર સાંતળી લ્યો, પછી અડધો કપ બાફેલા વટાણા ઉમેરી 1 થી 2 મિનિટ રહેવા દ્યો, હવે તેમાં 1 ચમચી ધાણા જીરા પાઉડર, 1/2 ચમચી આમચૂર પાઉડર અને 1/2 ચમચી ગરમ મસાલો ઉમેરો.

– ત્યારબાદ તેમાં સમારેલ બાફેલા બટાકા, 1/2 ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લ્યો. પછી કોથમીર ઉમેરો. આપણી સમોસા માટેની પુરણ બનીને તૈયાર છે.

સમોસાનો લોટ માટેની સામગ્રી : 

 • 2 કપ મેંદો 
 • 1/2 ચમચી અજમાં
 • સ્વાદ મુજબ મીઠું
 • 3-4 ચમચી ઘી (મોણ માટે)
 • તળવા માટે તેલ

સમોસા બનાવવાની રીત :

– સૌપ્રથમ એક વાસણમાં 2 કપ મેંદો લ્યો. હવે તેમાં અજમાં અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લ્યો. હવે તેમાં 3-4 ચમચી ઘી ઉમેરી હાથ વડે બરાબર મિક્ષ કરો અને તેમાં થોડું – થોડું પાણી ઉમેરી કઠણ લોટ બાંધી લ્યો. હવે 20-30 મિનિટ સુધી લોટને ઢાંકીને રાખી દ્યો.

– 30 મિનિટ પછી બાંધેલા લોટના નાના-નાના લુવા બનાવીને વણી લ્યો. ધ્યાન રાખો રોટલી જેટલું પાતળું નથી વણવાનું. હવે ચાકુની મદદથી વચ્ચેથી કાપી લ્યો અને ત્રિકોણ સમોસા જેવો આકાર આપો અને વચ્ચે મસાલો(પુરણ) ભરીને કિનારીઓ પર પાણી લગાવી પેક કરી લ્યો. આવી જ રીતે બધા સમોસા તૈયાર કરી લ્યો.

– ત્યારબાદ એક કળાઈમાં સમોસા તળવા માટે તેલ ગરમ કરો. તેલ ગરમ થઇ જાય એટલે સમોસાને બન્ને સાઈડથી ગોલ્ડન કલરના થાય ત્યાંસુધી મિડિયમ તાપ પર તળી લ્યો.

– સમોસા તળાઈ જાય એટલે ચટણી સાથે ગરમ – ગરમ પીરસો.

આ પણ જુઓ : 

તો બસ friends આજ માટે આ એક સમોસા બનાવવાની રીત, ફરી મળીશું એક નવી અને ગુજરાતમાં ફેમસ હોય એવી વાનગીની રીત લઈને. જો તમને આ સમોસા બનાવવાની રીત પસંદ આવી હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલશો.🙏

Leave a Comment