{NEW- 2021} બ્રેડ પકોડા Bread Pakoda Banavani Rit

 હલો મિત્રો, હું ફરી આવી ગયો છું આપ સૌવ માટે એક નવી ગુજરાતી ફરસાણની વાનગી લય ને, તો આજે આપણે શીખવાનું છે, બ્રેડ પકોડા બનાવવાની રીત, મેં જોયું કે આપ સૌવની માંગ હતી કે બ્રેડ પકોડાની ગુજરાતીમાં વાનગી શીખવવામાં આવે તો બસ એ બાબત ને ધ્યાનમાં રાખી આજે આપણે બ્રેડ પકોડા બનાવવાની રીત શીખવાની છે. તો ચાલો સારું કરીયે…

એક વાત કરતા તો ભૂલી જ ગયો, કે બ્રેડ પકોડા ગુજરાતીઓ માટે કોય નવી વાનગી નથી, આપણે ક્યારેક તો રોડ ઉપર લારીયે આ બ્રેડ પકોડા ચાખીયા જ હશે, બસ આપણે પણ એ લારી વારા ભાઈ જેવા જ બ્રેડ પકોડાની રીત જોવાની છે. બ્રેડ પકોડા બનાવવાની રીત નીચે આપેલ છે.

બ્રેડ પકોડા Bread Pakoda Banavani Rit

બ્રેડ પકોડા

બ્રેડ પકોડા બનાવવાની સામગ્રી : 

  • બાફેલા બટાકા 4 નંગ  
  • લીલા સમારેલા મરચાં 3 નંગ
  • સમારેલ ડુંગળી 1 નંગ
  • લાલ મરચાં પાવડર 1 ચમચી
  • હળદર પવડર 1 ચમચી
  • ધાણાજીરા પાવડર અડધી ચમચી
  • ગરમ મસાલો 1 ચમચી 
  • આમચૂર પાવડર 1 ચમચી
  • કોથમીર 3 ચમચી
  • સ્વાદ મુજબ મીઠું
  • તળવા માટે તેલ
  • બ્રેડ 10 નંગ
  • ગ્રીન ચટણી અડધો કપ ( ગ્રીન ચટણી બનાવવાની રીત જોઈ લેવી)
  • લાલ ચાટણી 1/4 કપ ( લાલ ચટણી બનાવવાની રીત જોઈ લેવી )

ખીરું બનાવવા માટેની સામગ્રી :

  • બેસન 250 ગ્રામ
  • હળદર પાવડર 1/4 ચમચી
  • લાલ મરચાં પાવડર 1/4 ચમચી
  • ખાવાનો સોડા 1/2 ચમચી
  • મીઠું 1 ચમચી
  • જરૂર મુજબ પાણી

બ્રેડ પકોડા બનાવવાની રીત :

– સૌપ્રથમ એક વાસણમાં બાફેલા બટાકા લો અને તેને મેસ કરી લ્યો. હોવે તેમાં લીલા સમારેલા મરચા, સમારેલી ડુંગળી, લાલ મરચાં પાઉડર, હળદર પાઉડર, ધાણાજીરા પાઉડર, ગરમ મસાલો, આમચૂર પાઉડર, કોથમીર અને સ્વાદ મુજબ મુઠું ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

– હવે આપણે ખીરું બનાવી લઈએ… તો એક વાસણમાં બેસન ચાળી લ્યો. હવે તેમાં હળદર પાઉડર, લાલ મરચાં પાઉડર, ખાવાનો સોડા અને મીઠું ઉમેરી મિક્સ કરો, ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી ઉમેરી બ્રેડ પકોડા માટેનું ખીરું તૈયાર કરી લ્યો.

– ત્યારબાદ બે બ્રેડ લ્યો અને એકમાં ગ્રીન ચટણી લગાવી લ્યો અને બીજામાં લાલ ચટણી, ત્યારબાદ ગમે તે એક પર બટાકાનો મસાલો લગાવી લ્યો અને બીજા બ્રેડને તેના પર રાખીને પેક કરી લ્યો. ત્યારબાદ બ્રેડ પકોડાને વચ્ચે થી કટ કરીને બે ભાગ કરી લ્યો. આવી જ રીતે બધા બ્રેડ પકોડા તૈયાર કરી લ્યો.

– ત્યારબાદ બ્રેડ પકોડાને તળવા માટે ગેસ પર તેલ ગરમ કરો, તેલ ગરમ થઇ જાય એટલે બ્રેડને બેસનના ખીરામાં બોળીને તેલમાં મુકો, અને બ્રેડ પકોડાને બંને સાઈડથી તળી લ્યો. આવી જ રીતે બધા બ્રેડ પકોડા તળી લ્યો. બસ હવે બ્રેડ પકોડાને ગરમા ગરમ પીરસો.☺️

આ પણ જુઓ : 

તો બસ મિત્રો આજ માટે આ એક વાનગી, આવતા બીજા બ્લોગમાં ફરી મળીશું એક નવી વાનગી સાથે, તો ત્યાં સુધી તમે આવતા રહો મારી આ બ્લોગ માં અને શીખતાં રહો અવનવી વાનગીઓ બનાવતા..🙏

Leave a Comment