[New 2021] મસાલા ઢોસા | Dosa Banavani Recipe

 Hi friends… કેમ છો, હું આજ તમને શીખવવાનો છું ઢોસા બનાવવાની રીત, એમ તો હું સાદા ઢોસા નહિ બનવું પણ આપણા માટે એથી પણ સારા મસાલા ઢોસા બનાવવાનો છું. તો બસ આજની રેસિપી તમે પણ ઘરે એક વાર જરૂર બનાવજો, જો પસંદ આવે તો મને Comment બોક્સ માં જણાવજો, તો વધુ સમય ના લેતા ચાલો શરૂ કરીએ મસાલા ઢોસા બનાવવાની રેસિપી…

મસાલા ઢોસા | Dosa Banavani Recipe

મસાલા ઢોસા

Dosa banavani સામગ્રી: 

ઢોસા બનાવવા માટે આપણે પહેલા તેમાં આવતી જરૂરી સામગ્રીને અલગ અલગ વિભાગ માં વહેચી છે. જેમાં ડોસાના બેટર માટે, બટાકાના મસાલા માટે વગેરે જે જરૂરી છે તે સામગ્રી નીચે આપેલ છે…

>ઢોસાના બેટર માટેની સામગ્રી:

  • 1.5 કપ ચોખા
  • 1/2 કપ અડદ દાળ
  • 1 નાની ચમચી મેથીના દાણા
  • સ્વાદ મુજબ મીઠું

>બટાકાનો મસાલા માટે સામગ્રી:

  • 2 ચમચી તેલ
  • 1/2 ચમચી રાઇ
  • 1 ચમચી હિંગ
  • 2 જીણા સમારેલા મરચા
  • 1 સમારેલ ડુંગળી
  • 1 મોટી ચમચી પલાળેલા ચણાની દાળ
  • 8-10 મીઠા લીમડાના પાન
  • 1/2 ચમચી હળદર પાવડર
  • 4 બાફેલા બટાકા
  • સ્વાદ મુજબ મીઠું
  • 2 ચમચી સમારેલ લાલ ધાણા

>ઢોસાનું બેટર બનાવવાની રીત:

– સૌપ્રથમ એક વાસણમાં 1.5 કપ ચોખા 1/2 કપ અડદની દાળ, 1 નાની ચમચી મેથીના  દાણા અને પાણી ઉમેરી તેને 1 રાત સુધી પલાળી રાખો.

– સવારે તમે જોશો કે ચોખા અને અડદની દાળ બરાબર પલળી ગઈ છે. તો હવે તેને 2-3 પાણીથી બરાબર ધોઈ લ્યો.

– ત્યારબાદ તેના બે ભાગ કરી લ્યો, હવે એક મિક્સર જારમાં પેલો ભાગ અને થોડું પાણી ઉમેરી તેને પીસી લ્યો. આ જ રીતે બીજા ભાગને પણ પીસી લ્યો.

– પછી એક વાસણમાં બન્ને પીસેલા ભાગ ભેગા કરીને 8-10 કલાક માટે ઢાંકીને રાખી દ્યો.

– 8-10 કલાક પછી જોશો તો તમારું ઢોસાનું બેટર ફૂલી ગયું હશે. (આથો આવી ગયો હશે) હવે તેમાં સ્વાદ મુજબ મીઠું અને થોડું પાણી ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો. એટલે ઢોસાનું બેટર તૈયાર છે તો તેને સાઈડમાં મૂકીને આપણે બટાકાનો મસાલો બનાવી લઈએ.

બટાકાનો મસાલો બનાવવાની રીત:

– સૌપ્રથમ એક કઢાઈમાં 2 ચમચી તેલ ગરમ થવા મુકો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં રાઈ ઉમેરો, રાઈ કકડી જાય એટલે તેમાં હિંગ ઉમેરો, હવે જીણા સમારેલા મરચા અને ડુંગળી ઉમેરી થોડીવાર સાંતળી લ્યો, પછી પલાળેલી ચણાની દાળ અને મીઠા લીમડાના પાન ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.

– ત્યારબાદ તેમાં હળદર પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરી લ્યો. હવે તામાં બાફેલા બટાકાની છાલ કાઢી હાથ વડે પીસીને ઉમેરી મિક્સ કરો. 1-2 મિનિટ સુધી ગેસ પર રાખો, અને સમારેલ લીલા ધાણા ઉમેરી મિક્સ કરો, આપણો બટાકાનો મસાલો રેડી છે.

મસાલા ઢોસા બનાવવાની રીત: 

– હવે મસાલા ઢોસા બનાવવા માટે ગેસ પર એક નોન સ્ટીક તવાને ગરમ થવા માટે મુકો, તવો ગરમ થઇ જાય એટલે તેના પર પાણી છાટો અને કપડાં વડે સાફ કરી લ્યો.

– ત્યારબાદ ડોયા વડે ઢોસાના બેટરને લઈ તવા પર વચ્ચે નાખો અને ગોળાકારમાં ફેલાવતા જાવ. (એટલે કે ગોળ રોટલી જેવા આકાર થશે) હવે તેના પર થોડું તેલ ઉમેરો અને તેને એક સાઈડથી પાકવા દ્યો. હવે તેના પર બટાકાનો મસાલો ઉમેરી અને ફોલ્ડ કરી તવા પરથી ઉતારી લ્યો.

– આવી જ રીતે બાકીના મસાલા ઢોસા તૈયાર કરવા અને ગરમ ગરમ પીરસવા.

આ પણ જુઓ : 

સમોસા બનાવવાની રીત

મેગી મસાલા બનાવવાની રીત

તો બસ friends આજની આ રેસેપીને સેર કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે, અને આવતા રેજે મારા આ વનગીના બ્લોગ માં જો ગમે તો કોમેન્ટ માં લખજો કે તમે શુ તમે વાનગી ઘરે બનાવીને TRY કરી છે…જણાવો તમારા અનુભવો ને Comment Box માં…તો by😄🙏

Leave a Comment