Hi Friends, આજ આપણે બનવાના છીએ પનીર, આપણે પનીર બનાવવાની રીત શીખવની છે. પનીર આપણને કોય પણ પનીર ની વાનગી બનાવવામાં ઉપયોગી થશે, પનીર ની વાનગીઓ માં પનીર ટિકકા, પનીર હાન્ડી, મટર પનીર, વગેરે જેવી વાનગીઓ પનીર માંથી બનાવી શક્ય, તો એ બનાવવા માટે પહેલા આપણે પનીર બનાવતા શીખવુ પડે, તો ચાલો વધુ સમય ન લતા ને પનીર બનાવતા શીખીએ…
![]() |
પનીર | Paneer Banavani Rit in Gujarati |
પનીર
Paneer Banavani સામગ્રી:
- 1 લીટર દૂધ (full milk)
- 2 ચમચી લીંબુનો રસ
પનીર બનાવવાની રીત :
– સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં દૂધને ઉકળવા માટે મુકો, થોડીવાર પછી જોશો તો દૂધ ઉકળવા લાગશે, દૂધ ઊકળી જાય એટલે તેમાં લીંબુનો રસ ઉમેરી હલાવી લ્યો, અને ગેસ બંધ કરી દ્યો.
– થોડીવારમાં દૂધ ફાટવા લાગશે, દૂધ ફાટી જશે એટલે પનીર અને પાણી અલગ થઈ જશે.
– હવે તેને એક કોટનના કપડામાં ગાળી લ્યો અને ઠંડા પાણીથી 2-3 વાર ધોઈ લ્યો, પછી હાથ વડે દબાવીને તેમાંથી પાણી કાઢી લ્યો.
– હવે તેને આકાર આપવા અને તેમાંથી બધું પાણી કાઢવા મૂકી તેના પર કોઈ ભારે વસ્તુ મૂકી 20 મિનિટ સુધી રાખી દ્યો.
– 20 મિનિટ પછી જોશો તો તેમાંથી બધું પાણી નીકળી ગયું હશે.
– આપણું પનીર બનીને તૈયાર છે. હવે તેને ચાકુની મદદથી નાના-નાના ટુકડામાં કાપી લ્યો. અને ફ્રીઝમાં રાખી દ્યો અને જરૂર મુજબ વાપરો.
આ પણ જુઓ :
તો friends આજે આપણી વાનગી પુરી થાય પનીર બનાવવાની રીત, ફરી મળીશું એક નવું વાનગી બનાવતા એક નવા બ્લોગ માં, જો તમને અમારી વાનગીઓ પસંદ આવતી હોય તો શેર કરજો તમારા મિત્ર અને ફેમિલી સાથે… by