Hi friends, આજે આપણે પાસ્તા બનાવવાની રીત શીખવાની છે, પાસ્તા એક ચાઈનીઝ વાનગી છે જે રીતે મેગ્ગી હતી, આપણે મેગ્ગી બનાવવાની રીતમાં વાત કરી હતી કે મેગ્ગી એક ચાઈનીઝ રેસિપી છે. તો પાસ્તા ચાઈનીઝ રેસિપી છે તેમ છતાં એ આપણા ગુજરાતી છોકરાઓને ખાવી ખૂબ પસંદ હોય છે. તો એ બાબત ને ધ્યાનમાં રાખી આજે આપણે પાસ્તા બનાવતા સીખીશું. તો ચાલો વધુ સમય ન લેતા પાસ્તા બનાવતા શીખીએ…
પાસ્તા
પાસ્તા માટેની સામગ્રી:
- 150 ગ્રામ પાસ્તા
- 2 જિણી સમારેલ ડુંગળી (મીડીયમ)
- 2 સમારેલ ટામેટા (મીડીયમ)
- 2 સમારેલ લીલા મરચા
- 7 થી 8 કળી સમારેલ લસણ
- 1 સમારેલ શિમલા મરચું
- 2 ચમચી ટામેટા કેચઅપ
- 1 ચમચી સોયા સોસ
- 4 મોટી ચમચી તેલ
- સ્વાદ મુજબ મીઠું
- ચીઝ 25 ગ્રામ
પાસ્તા બનાવવાની રીત :
– સૌપ્રથમ ગેસ પર એક વાસણમાં પાણી ઉકાળી લ્યો, પાણી ઊકળી જાય એટલે તેમાં પાસ્તા, થોડું તેલ અને અડધી ચમચી મીઠું ઉમેરી તેને 8-10 મિનિટ ઢાંકીને બાફી લ્યો.
– 8-10 મિનિટ પછી ચેક કરો, પાસ્તા બફાણાં છે કે નહીં તે ચેક કરવા માટે તેને ચાકુની મદદથી કાપો, સહેલાઇથી પાસ્તા કપાઈ જાય એટલે પાસ્તા બફાઈ ગયા છે.
– ત્યારબાદ બાફેલા પાસ્તાને ગેસ પરથી ઉતારીને કાણાવાળી છાંયણીમાં ગાળી લ્યો, અને સાઈડમાં મૂકી દ્યો.
– હવે ગેસ પર એક કઢાઈમાં તેલ ગરમ થવા માટે મુકો, તેલ ગરમ થઇ જાય એટલે તેમાં સમારેલ લીલા મરચા અને લસણ ઉમેરી થોડીવાર સાંતળી લ્યો.
– ત્યારબાદ તેમાં 2 મોટી ચમચી ટામેટા કેચઅપ અને 1 મોટી ચમચી સોયાસોસ ઉમેરી બરાબર મિક્ષ કરી લ્યો.
– ત્યારબાદ હવે તેમાં 2 મોટી ચમચી ટામેટા કેચઅપ અને 1 મોટી ચમચી સોયાસોસ ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો.
– હવે તેમાં બાફેલા પાસ્તા ઉમેરી બરાબર મિક્સ કરી લ્યો. પછી સ્વાદ મુજબ મીઠું ઉમેરી મિક્સ કરો અને 1 મિનિટ ઢાંકીને પાકવા દ્યો.
– 1 મિનિટ પછી ઢાંકણ હટાવો અને હટાવી લ્યો, આપણા પાસ્તા બનીને તૈયાર છે. હવે ગેસ બંધ કરી તેમાં ખમણને ચીઝ ઉમેરો, અને હવે ગરમા ગરમ પીરસો.
આ પણ જુઓ :
આજ માટે પાસ્તા બનાવની રીત એક બસ છે. નવા આર્ટિકલમાં આપણે ફરી એક નવી વાનગી બનાવતા શીખીશું, જો તમને અમારા દ્વારા બનાવતી વાનગીની રેસિપી પસંદ આવતી હોય તો તમારા મિત્રો અને ફેમિલી મેમ્બડર્સ સાથે શેર કરજો. તો by…