Hi friends, આજ આપણે ડુંગળીના પકોડા બનાવવાની રીત જોવાના છીએ, એટલે કે વરસાદની સિઝન ચોમાસુ પાસે આવી રહ્યું છે, તો જ્યારે વરસાદ થશે ત્યારે પકોડા ખાવા જોઇએ ને😅, હા મને પણ વરસાદની સીઝનમાં પકોડા ખાવા ખૂબ પસંદ છે. તો ચાલો આજે આપણે પકોડા બનાવતા શીખીએ…

ડુંગળી પકોડા
ડુંગળી પકોડા બનાવવાની સામગ્રી:
- 3 ડુંગળી
- 1 લીંબુ
- 2 સમારેલા લીલા મરચા
- 1/2 ચમચી હળદર પાઉડર
- 1/2 ચમચી લાલ મરચાં પાઉડર
- 1/2 ચમચી ધાણાજીરા પાઉડર
- 2 ચમચી સમારેલ કોથમીર
- 1.5 ચમચી મીઠું
- 4 થી 5 ચમચી બેસન
- તળવા માટે તેલ
ડુંગળી પકોડા બનાવવાની રીત :
– સૌપ્રથમ ડુંગળીના છોતલા કાઢી વચ્ચેથી કાપી બે ભાગ કરી લ્યો, પછી તેને લાંબી-લાંબી સ્લાઈડમાં કાપી લ્યો, પછી હાથની મદદથી મસળો એટલે ડુંગળી છૂટી-છૂટી પડી જશે.
– હવે તેને એક બાઉલમાં લઈ લ્યો, પછી તેમાં જીણા સમારેલા મરચા, હળદર પાઉડર, લાલ મરચાં પાઉડર, ધાણાજીરા પાઉડર, અને લીંબુનો રસ ઉમેરી મિક્સ કરી લ્યો.
– ત્યારબાદ હવે તેમાં કોથમીર અને મીઠું ઉમેરી હાથની મદદથી બરાબર મિક્ષ કરી લ્યો અને 5 મિનિટ સુધી સાઈડમાં મૂકી દો એટલે તેમાંથી પાણી છૂટું પડવા લાગશે.
– બીજી તરફ ગેસ પર કળાઈમાં તળવા માટે તેલ ગરમ થવા મુકો.
– 5 મિનિટ પછી તમે જોશો કે ડુંગળી માંથી પાણી છૂટું પડવા લાગ્યું છે. તો હવે તેમાં થોડો-થોડો કરીને બેસન ઉમેરી મિક્સ કરતા જાવ, પાણી નાખવાની જરૂર નથી કેમ કે ડુંગલીમાંથી પાણી છૂટું પડેલું છે.
– જરૂર લાગે તો 5 ચમચીથી વધારે પણ બેસન ઉમેરી શકાય, બેટર એવું હોવું જોયે કે જ્યારે તેલમાં તળવા માટે ઉમેરીએ ત્યારે ડુંગળી છૂટી ન પડવી જોયે.
– તો હવે ડુંગળીના પકોડા તળવા માટે આપણું તેલ ગરમ થઇ ગયું છે, અને બેટર પણ તૈયાર છે.
– તો હવે બેટરને હાથની મદદથી ભજીયા બનાવીએ એ જ રીતે થોડું થોડું લઈ તેલમાં મુકતા જાવ, અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાંસુધી તળી લ્યો અને ગરમાં ગરમ પિરશો.
આ પણ જુઓ :
તો મિત્રો આજે આપણે ડુંગળીના પકોડા બનાવતા સિખિયા, જો તમને અમારા દ્વારા શીખવવામાં આવતી વાનગીઓ પસંદ આવતી હોય તો તમે તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરજો અને આવી જ રીતે આવતા રહેજો મારા બ્લોગ માં. આભાર🙏