Top 3 Moral Story in ગુજરાતી

બાળકોને હંમેશા વાર્તાઓ સાંભળવી તો ગમતી જ હોય છે. અને તેમાં પણ Moral Story in Gujarati, તો ચાલો આજે તેવી જ Top 3 Short Moral Story in Gujarati કેહવા જય રહી છું જોકે તે બહુજ સરસ વાર્તાઓ છે.

Top 3 Moral Story in Gujarati
Top 3 Moral Story in Gujarati

Top 3 Moral Story in Gujarati

1. ઉપકારનો બદલો

એક કૂતરી હતી. કૂતરીને ચાર ગલૂડિયાં હતાં. રહેવા માટે તેની પાસે કોઈ જગ્‍યા નહોતી. શિયાળો આવી પહોંચ્‍યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરી અને બચ્‍ચાં ઠંડીમાં ધ્રૂજવા માંડ્યાં. કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્‍યવસ્‍થા નહીં કરું તો બચ્‍ચાં મરી જશે. નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી. કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ‘ભાઈ, મારાં ગલૂડિયાં ટાઢમાં મરી જશે. બખોલમાં જગ્‍યા હોય તો બચ્‍ચાંને તેમાં રહેવા દોને.’

Moral Story in Gujarati
Moral Story in Gujarati

કૂતરો ભલો હતો. તે બોલ્‍યો, ‘બચ્‍ચાંને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું. થોડા દિવસ પછી આવીશ. ત્‍યાં સુધીમાં ટાઢ ઓછી થઈ જશે.’

કૂતરો જતો રહ્યો. જોતજોતામાં થોડાં દિવસો વીતી ગયા. ટાઢ પણ ઓછી થઈ ગઈ. એક દિવસ કૂતરો આવી પહોંચ્‍યોં. કૂતરીને કહ્યું, ‘હવે મારું ઘર ખાલી કરી આપ.’ Moral Story in Gujarati

કૂતરીને એ ઘર છોડવું નહોતું. એણે બહાનું કાઢીને કહ્યું, ‘મારાં બચ્‍ચાં હજી નાનાં છે. એમને લઈને ક્યાં જાઉં? થોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની.’

કૂતરો બોલ્‍યો, ‘ભલે, થોડા દિવસ રહો. પણ હવે પાછો આવું ત્‍યારે ઘર ખાલી કરી આપજે.’

કૂતરો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો આવી પહોંચ્‍યો. કૂતરાને દૂરથી આવતો જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ. કૂતરો બોલ્‍યો, ‘હવે તો બચ્‍ચાં મોટાં થઈ ગયાંને?’ Gujarati Varta

કૂતરીએ રોફ દેખાડતાં કહ્યું, ‘હા બહુ મોટાં થઈ ગયાં છે. એ ચાર ને હું પાંચમી. ને તું છે એકલો. જરા પણ ડબડબ કરીશ તો જોવા જેવી થશે. માટે છાનોમાનો જતો રહે અહીંથી.’

કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે. એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે. એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટામોટા ચાર ડાઘીયા કૂતરા બહાર આવ્‍યા ને જોરથી ઘૂરકવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ ત્‍યાંથી ચાલતો થયો. ઘર ગુમાવ્‍યાનું એને બહુ દુઃખ થયું. પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું. પોતે એના પર ઉપકાર કર્યો પણ એણે અપકાર કરી બદલો વાળ્યો.

Moral of the story:- બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે. એટલે સમજી વિચારીને જ ઉપકાર કરવો!

2. અકબર અને બીરબલની વાર્તા :- ફળોનો રાજા

શહેનશાહ અકબરે એક દિવસ બઘા દરબારીઓ માટે ભોજન રાખ્યુ, બીરબલ પર તેમને વિશેષ પ્રેમ હતો આથી તેઓ તેને આગ્રહ કરી-કરીને જમાડી રહ્યા હતા. બીરબલ ખાઈ ખાઈને હેરાન થઈ ગયો આથી તેને શહેનશાહ જોડે માફી માગી અને કહ્યું કે. “મારા પેટમાં જગ્યા ન હોવાથી હવે હું નહિ ખાઈ શકુ, તમારી આજ્ઞા માની નહી શકુ.” એટલામાં જ એક સેવક કેરી કાપીને લાવ્યો, બીરબલનું મન કેરી જોઈને લલચાયું.

Akbar Birbal Story
Akbar Birbal Story

બીરબલે પોતાનો હાથ લંબાવીને, કેરીની થોડી ચીરીઓ પેટમાં ઉતારી લીધી. તેને આ રીતે કેરી ખાતો જોઈને અકબરને ગુસ્સો આવ્યો કે હું પ્રેમથી જમાડતો હતો ત્યારે આના પેટમાં જગ્યા નહોતી અને હવે કેવી રીતે ખવાઈ રહી છે. તેમણે તરતજ ગુસ્સામાં બૂમ પાડીને બીરબલને બોલાવ્યો.

બીરબલ સમજી ગયો એમના ક્રોઘનું કારણ. તે અકબરની સામે જઈને ઉભો રહ્યો અને હાથ જોડીને બોલ્યો “જ્યારે રસ્તા પર ખૂબ ભીડ હોય છે, અને ચાલવા માટે એક પગ મૂકવા જેટલી પણ જગ્યા નથી હોતી ત્યારે જો તમારી સવારી નીકળે તો તેવી પરિસ્થિતિમાં પણ બઘાએ પોતાની મેળે જગ્યા બનાવીને તમને રસ્તો આપવો પડે છે. તેવી જ રીતે કેરી પણ બધા ફળો પર રાજ કરે છે તે પણ તમારી જેમ જ ફળોનો રાજા છે તેથી તેને જોઈને પેટમાં જગ્યા બની જ જાય છે”.

તેનો જવાબ સાંભળી અકબર ખુશ થઈ ગયા, તેમણે મીઠી કેરીની એક ટોપલી મંગાવી અને એક કિંમતી ભેટની સાથે તે ટોપલી બીરબલને આપી. બીરબલ આ મીઠી ભેટ મેળવીને ઘણો ખુશ થઈ ગયો

3. બે માથાવાળું પક્ષી

એક વખત, નદીનાં કિનારે એક ખુબ જ મોટું વડનું ઝાડ હતું. આ ઝાડ પર બહુ વિચિત્ર પણ અનોખું એવું એક પક્ષી રહેતું હતું. આ પક્ષીને બે માથા હતા. આ અનોખા પક્ષીને બે માથા હોવા છતાં, તેને પેટ એક જ હતું.

બે માથાવાળું પક્ષી
બે માથાવાળું પક્ષી

કહેવાય ને વિચિત્ર?

એક દિવસ આ પક્ષી બસ એમ જ આકાશમાં ઉંચે આમતેમ ઉડી રહ્યું હતું ત્યારે, તેને નીચે નદીનાં કિનારા પર કંઇક ચમકતી, લાલ ચીજ દેખાઈ. પક્ષી સરરર કરતું ત્વરાથી નીચે ઉતર્યું અને તેણે એ ચમકતી ચીજ ચાંચ વડે ઉઠાવી લીધી. એ લાલ વસ્તુ તો એક ફળ હતું. પક્ષીએ આ પહેલા ક્યારેય આવું સુંદર ફળ જોયું ન હતું. તે તો એ ફળ ખાવા લાગ્યું. અહહાહા! ફળ તો જાણે સ્વર્ગથી ઉતર્યું હોય એવું સ્વાદિષ્ટ! પક્ષીએ તો આ પહેલા ક્યારેય આટલું સ્વાદિષ્ટ ફળ ખાધું જ નહોતું.

બીજા માથાએ આ જોયું. તેણે એ ફળનો એક ટુકડો આપવા પહેલા માથાને કહ્યું. તે બોલ્યું, “તું એ એકલા કેવી રીતે ખાઈ શકે? એ સારી વાત ના કહેવાય. હું તારું સાથીદાર છું. તું એ સ્વાદિષ્ટ ફળ મારી સાથે વહેંચીને કેમ નથી ખાઈ રહ્યું? મને પણ થોડું આપ ને!”

પહેલા માથાએ જવાબ દેતાં કહ્યું, “ચુપ થઇ જા! આટલી ફરિયાદ કેમ કરે છે? મને ખબર છે તું મારું જોડીદાર છે પણ, શું તું જાણતું નથી કે આપણે માથા ભલે ને બે હોઈએ પણ, પેટ તો એક જ છે. આપણામાંથી કોઈ પણ ખાય પણ જશે તો આપણા જ પેટમાં ને એટલે, ફળ કોણ ખાય એ મહત્વનું નથી? આ ઉપરાંત, એ ફળ મને મળ્યું હતું એટલે તેને ખાવાનો હક પણ મારો જ છે.”

આ સાંભળીને, બીજા માથાને ખુબ ખરાબ લાગ્યું. તેણે એ સમયે તો કંઈ ન કહ્યું પરંતુ, પહેલા માથાનું આવું લોભી વર્તન જોઈ તેને મનમાં તો ખુબ ગુસ્સો આવ્યો. Moral Story in Gujarati

આ વાતને ઘણા દિવસો થઇ ગયા. એમાં એક દિવસ પક્ષી આકાશમાં ઉંચે ઉડવાની મજા લઇ રહ્યું હતું. ઠંડો ઠંડો પવન વાઈ રહ્યો હતો. એવામાં અચાનક જ બીજા માથાએ નીચે કંઇક જોયું. તે ફળોથી લદાયેલું એક વૃક્ષ હતું. પક્ષી તો હોંશભેર વૃક્ષ પાસે નીચે ઉતરી આવ્યું. તેણે તો તરત જ એક ફળ તોડ્યું અને જેવું એ ખાવા જ જતું હતું ત્યાં, પહેલા માથાએ જોરથી બૂમ પાડી, “થોભી જા!”
પહેલા માથાએ, બીજા માથાને રોકતા કહ્યું, “એ ફળ તો ભૂલથી પણ ન ખાઈશ. તને ખબર નથી કે શું? આ ઝાડ પરનાં ફળો તો ઝેરી છે. જો તું આ વૃક્ષનાં ફળ ખાઈશ તો, આપણે બંને તરત જ મરી જઈશું.”

જાણે પહેલા માથાની વાત સાંભળી જ ન હોય તેમ, બીજું માથું તો ફળને તાકતું જ રહ્યું.

પહેલું માથું ફરીથી વિનંતી કરતા બોલ્યું, “મહેરબાની કરીને ફરીથી એક વખત વિચારી જો. આપણા બંનેનું પેટ તો એક જ છે એટલે, જો તું એ ઝેરી ફળ ખાઇશ તો, તે આપણને બંનેને નુકસાન કરશે. આવું અવિચારી વર્તન કેમ કરે છે? અરે ભાઈ, ફળ ખાઇશ તો, આપણે બંને મરીશું.” Images for World Environment Day

“મોં બંધ રાખ! બીજા માથાએ રાડ પાડતા કહ્યું. “જુઓ તો ખરા, કોણ આજે ડાહી – ડમરી વાતો કરી રહ્યું છે!? તે દિવસે એકલા પેલું સ્વાદિષ્ટ ફળ ખાઈ રહ્યું હતું ત્યારે આ ડહાપણ ક્યાં હતું? બાકી, તું કહે છે એમ આ ફળ મેં પહેલા જોયું છે અને તે મેં તોડ્યું છે એટલે તેને ખાવાનો હક પણ મારો જ છે!”

પહેલું માથું બિચારું રડવા લાગ્યું. એ કરગરતું રહ્યું પણ, લોભમાં અંધ થઇ ગયેલું બીજું માથું તેનાં સાથીદારની કોઈ વાત સાંભળવા જ તૈયાર નહોતું. તે આજે તેનાં સાથીનાં ગેરવર્તનનો બદલો લેવા માંગતું હતું. અંતે તેણે એ ઝેરી ફળ ખાઈ જ લીધું અને ઝેર પેટમાં પહોંચતા જ પક્ષી ત્યાંને ત્યાં જ ઢળી પડ્યું!

Moral of the story:- પંચતંત્રની આ વાર્તા આપણને શીખવે છે કે, એક જ કુટુંબમાં રહેતા સભ્યો જયારે અહંકાર વડે દોરાઈ, અરસપરસ ઝઘડે છે ત્યારે, આખા કુટંબને અસર થાય છે. કુટુંબમાં થતા આંતરિક ઝઘડાઓ સમગ્ર કુટુંબને નુકસાન પહોંચાડે છે. આપણે આપણી એક આંગળી કાપીએ તો, આખા હાથને નુકસાન થાય છે કે નહીં? અહીં, બે માથાવાળું પક્ષી એ અહંકાર અને મતભેદનું પ્રતિક છે એટલે જ, જો કુટુંબમાં એકતા જાળવવી હોય તો મતભેદ રાખવાને બદલે, સમાન વિચારો કેળવી સંપ રાખવો જોઈએ!

Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો