હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ નું કેહવું છે કે, આગામી 24 કલાક માં અમદાવાદ, અને ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં ધમધોકાર વરસાદ ની આગાહી છે.
જુલાઈ મહિનામાં પણ વરસાદ ની રમઝટ રહેવાની છે. અંબાલાલ પટેલ ની આગાહી છે કે 1 માસ માં 2 હવામાનના દબાણ થી ગુજરાત ને થશે લાભ. 1 અને 2 જુલાઈ એ ફરી હવાનું હળવું દબાણ ઉભું થશે. અને એજ રીતે 18 અને 19 જુલાઈ એ ફરી એક વાર હવાનું હળવું દબાણ ઉભું થશે. એક મહિનામાં બે હવાના દાબાદ ઉભા થાય તો ચોમાસુ યોગ્ય રહે.
જુલાઈ માસ માં ક્યાં અને ક્યારે વરસાદ થશે.
આગાહીકાર અંબાલાલ પટેલ નું કેહવું છે કે જુલાઈ માસ માં 11 જુલાઈ સુધી વરસાદ રહશે. એક અને બે જુલાઈ એ હવાના દબાણ ને લીધે તો વરસાદ થશે જ પણ પાંચ અને છ જુલાઈ ના રોજ પણ વરસાદ ની રમઝટ રહેશે.
આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી છે. નર્મદા, વલસાડ, ડાંગ, ભરૂચ, છોટા ઉદેપુર, અને તાપી માં પણ વરસાદ ની આગાહી છે. નવસારી માતો હાલમાં પાણી ભરાયેલા છે. વલસાડ માં પણ વર્ષ્યો છે મેઘરાજા.
વરસાદ ના કારણે ગિરિમથકનું વાતાવરણ આહલાદક બન્યું છે. વરસાદ ના કારણે ખેડૂતોમાં પણ ખુશી નો માહોલ જોવા મળે છે.
આ પણ જુઓ: ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલી સબમરીનનું શું થયું?
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ દ્વારા આપયેલી માહિતી પ્રમાણે વલસાડ અને નવસારી જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. એજ રીતે સુરત, તાપી, ડાંગ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, ગીર સોમનાથ અને જૂનાગઢમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ બધા જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી રહી છે.
અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, દમણ, દાદરાનગર, આણંદ, ખેડા અને નર્મદામાં હળવો એવો વરસાદ થય શકે તેવી આગાહી કરવામાં આવી છે.
મિત્રો હું આશા રાખું છું કે, તમને અમારી આ Ambalal Patel Gujarat Weather Forecast પોસ્ટ પસંદ આવી હશે. તમારા મન માં કોઈ પ્રશ્ન હોય તો અમને નીચે comment કરી જણાવી શકો છો. અને હા, આવા અદભુત સમાચાર વાંચવા માટે gearnixe.com સાથે જોડાયેલા રહો