જાણો શું છે Investment નો 15*15*15 ફોર્મ્યુલા, જે તમને બનાવી શકે છે કરોડપતિ

Formula of Investment: અત્યારે દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે, પણ અમીર બનવું એ કઈ સરળ નથી. એના માટે તમારે પેહલા શિસ્તબદ્ધ રહેવાની અને બચત કરતી વખતે રોકાણ કરવાની જરૂર છે. રોકાણ કરતી વખતે પણ તમારે એ જોવાનું છે કે ક્યાં રોકાણ કરવું અને કેવી રીતે રોકાણ કરવું જેથી ઘણા પૈસા કમાઈ શકાય.

જ્યારે પણ વાત એક સારા રિટર્નની આવે છે, ત્યારે દરેકના મનમાં એક જ વિચાર આવે છે કે Stock Market માં રોકાણ કરવું જોઈએ. જો કે, ત્યાં રિસ્ક પણ ખૂબ જ વધારે છે. આવી સ્થિતિમાં, તમે રૂપિયાનું Mutual Fund માં રોકાણ કરી શકો છો. જેનાથી તમને સારું રિટર્ન મળી શકે. vijay

જાણો શું છે Investment નો 15*15*15 ફોર્મ્યુલા, જે તમને બનાવી શકે છે કરોડપતિ
જાણો શું છે Investment નો 15*15*15 ફોર્મ્યુલા, જે તમને બનાવી શકે છે કરોડપતિ

જો કે, મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમારે સતત નજર રાખવી પડશે અને એક સારું રિટર્ન મેળવવાનો પ્રયાસ કરવો પડશે. મ્યુચ્યુઅલ ફંડમાં નાણાંનું રોકાણ કરતી વખતે, એ પણ ધ્યાનમાં રાખો કે તમે લાંબા સમય માટે નાણાંનું રોકાણ કરી રહ્યાં છો. દરેક Mutual Fundમાં SIP (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) ની સુવિધા ઉપલબ્ધ હોય છે, જે રોકાણને ખૂબ જ સરળ બનાવે છે. હવે સમજીએ કે, 15*15*15 ફોર્મ્યુલા નો ઉપોયોગ કરીને તમે કરોડપડતી કઈ રીતે બની શકશો.

15*15*15 ફોર્મ્યુલાનો અર્થ

15*15*15 ફોર્મ્યુલાનો અર્થ એ છે કે, જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં 15 વર્ષ માટે દર મહિને રૂપિયા 15,000નું રોકાણ કરો છો જે તમને સરેરાશ 15% રિટર્ન આપે તો તમે 15 વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ભંડોળ એકઠું કરી શકો છો. એટલે કે તમે કરોડપતિ બની શકો છો. આ બધું શક્ય બનશે Power Of Compounding થી.

Power Of Compounding શું છે?

Power Of Compounding નો અર્થ છે તમારા વ્યાજ ઉપર મળતું વ્યાજ એટલે કે ચક્રવૃદ્ધિ વ્યાજ. આ હેઠળ, તમને માત્ર મૂળ રકમ પર જ નહીં, પરંતુ પછીના મહિનાઓમાં મૂળ રકમ પર મળેલા વ્યાજ પર પણ વ્યાજ મળે છે.

ઉદાહરણ: ધારો કે તમે જાન્યુઆરી મહિનામાં 15,000 રૂપિયાનું રોકાણ કર્યું છે. તેના પર તમને 15 ટકાના દરે લગભગ 187 રૂપિયાનું વ્યાજ મળશે. આવતા મહિને એટલે કે ફેબ્રુઆરી મહિનામાં તમે ફરીથી 15,000 રૂપિયાનું રોકાણ કરશો, તેથી હવે તમારું કુલ રોકાણ 30,000 રૂપિયા છે, પરંતુ હવે તમને 30,187 રૂપિયા પર વ્યાજ મળશે, એટલે કે વ્યાજ પર પણ વ્યાજ મળશે. આ છે કમ્પાઉન્ડિંગ ની તાકાત.

કેટલો થશે નફો, ગણતરી સમજીએ

ધારો કે તમે દર મહિને 15,000 રૂપિયાનું રોકાણ કરો છો. આ કિસ્સામાં, 15 વર્ષમાં, તમે લગભગ 27 લાખ રૂપિયાનું રોકાણ કરશો. બીજી તરફ, જો તમને આ રૂપિયા પર 15 વર્ષમાં સરેરાશ 15% વ્યાજ મળે છે, તો તમને 73 લાખ રૂપિયાનું વ્યાજ મળશે. એટલે કે, તમારા ફંડની કુલ રકમ 1,00,27,601 રૂપિયા હશે. આ રીતે, તમારા પૈસા થોડા જ સમયમાં 1 કરોડ રૂપિયામાં કન્વર્ટ થઈ જશે.

આ પણ જુઓ:- 3 Best Midcap Stocks: એક્સપર્ટ એ કહ્યું, થોડાજ સમય માં આપશે ધમાકેદાર રિટર્ન

સમાપન

જો તમે 15*15*15 ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યાં છો, તો તેમાં સામેલ જોખમોને સમજવા પણ મહત્વપૂર્ણ છે. જો કે, જો તમે નિયમિત રોકાણ કરવામાં સક્ષમ છો અને તમારી યોજનાને વળગી રહો છો, તો આ નિયમ તમને કરોડપતિ બનાવવા માટે મદદરૂપ થઈ શકે છે.

1 thought on “જાણો શું છે Investment નો 15*15*15 ફોર્મ્યુલા, જે તમને બનાવી શકે છે કરોડપતિ”

Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો