3 Best Midcap Stocks: એક્સપર્ટ એ કહ્યું, થોડાજ સમય માં આપશે ધમાકેદાર રિટર્ન

Best Midcap Stocks: શેરબજારમાં જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયા છે. આ તોફાની તેજીમાં કેટલાક પસંદગીના શેરો પણ દોડવા માટે તૈયાર છે. શેરખાનના સંજીવ હોતા એ ખરીદવા માટે 3 શ્રેષ્ઠ શેરો પસંદ કર્યા છે. આ શેરોમાં Five Star Business, KEI Industries અને Greenlam Industriesના શેરનો સમાવેશ થાય છે. તેમણે લોન્ગ ટર્મ, પોઝિશનલ અને શોર્ટ ટર્મ માટે શેર ખરીદી કરવાની ભલામણ કરી છે.latest update

3 Best Midcap Stocks
3 Best Midcap Stocks

એક્સપર્ટ ના મનપસંદ શેર

સંજીવ હોતાએ કહ્યું કે તેમણે લાંબા ગાળા માટે Five Star Business Financeનો શેર પસંદ કર્યો છે. શેર પર 800 રૂપિયાનો ટાર્ગેટ છે, જે હાલમાં રૂપિયા 663ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. આ કંપની સ્મોલ બિઝનેસ લોન અને Small Mortgage Loan ના બિઝનેસ સાથે સંકળાયેલી છે. તેમણે કહ્યું છે કે, કંપનીની એસેટ ક્વાલિટી હંમેશા સારી રહી છે. FY23 માટે 35% ગ્રોથની અપેક્ષા છે.

શોર્ટ ટર્મ માટે સારો શેર

સંજીવ હોતાએ ટૂંકા ગાળા માટે KEI Industries ના શેર ખરીદવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે કંપનીનો બિઝનેસ ઘણો મજબૂત છે. આ સાથે, પ્રથમ ક્વાર્ટરના પરિણામો પણ ખૂબ જ સારા રહેવાની અપેક્ષા છે. આ સિવાય આગામી 2-3 વર્ષમાં કંપની રૂપિયા 1000 કરોડનું મૂડીરોકાણ કરવાની છે. ઉપરથી કંપની ડેટ ફ્રી છે અને કેશ ફ્લો પણ મજબૂત છે. આ બધી ઇન્ફોરમેશનના કારણે KEI Industries ના શેર ખરીદી કરવાની સલાહ આપે છે. શોર્ટ ટર્મ માટે આ શેર નો ટાર્ગેટ 2665 રૂપિયા નો છે.

આ પણ જુઓ: જાણો Special FD અને Normal FD માં શું તફાવત છે?

પોર્ટફોલિયો ચમકાવી દે એવો શેર

માર્કેટ એક્સપર્ટે એ Greenlam Industries ના શેરને ખરીદવા માટે પોઝીશનલ પિક તરીકે પસંદ કર્યો છે. હાલમાં શેર રૂ.469 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે તે દેશની સૌથી મોટી સરફેસિંગ સોલ્યુશન બ્રાન્ડ છે. લેમિનેટ, કોમ્પેક્ટ સોલ્યુશન્સ, કલેડ્સ, MFC, વેનીયર્સ, પ્લાયવુડ, અને વુડન ફ્લોર નું કામકાજ કરે છે. કંપનીનું ખુબજ મોટું કેપેક્સ આવવાનું છે, જે 2-3 વર્ષમાં આવી જશે. સંજીવ હોતાએ સ્ટોક પર રૂ. 520નો પોઝિશનલ ટાર્ગેટ આપ્યો છે.

ડિસ્ક્લેમર: અહીં આપેલ શેરોમાં રોકાણ કરવાની સલાહ બજારના નિષ્ણાતો દ્વારા ફક્ત Educational પર્પસ થી આપેલ છે. રોકાણ કરતા પેહલા તમારા એડવાઇઝરની સલાહ લો.

મિત્રો હું આશા રાખું છું કે, તમને અમારી આ 3 Best Midcap Stocks પોસ્ટ પસંદ આવી હશે. તમારા મન માં કોઈ પ્રશ્ન હોય તો અમને નીચે comment કરી જણાવી શકો છો. અને હા, આવા અદભુત સમાચાર વાંચવા માટે gearnixe.com સાથે જોડાયેલા રહો.

Leave a Comment

Download file

×
Please wait while your url is generating... 10
વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા ➙➙ ક્લિક કરો